GUJARATTHARADVAV-THARAD

ચાંગડા ગામે વીજળીના બે તાંડવમાં બે ભેંસો અને એક ગાયના મોત, પશુપાલકોને ભારે ફટકો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

રાહ તાલુકાના ચાંગડા ગામમાં શનિવારે સાંજના સમયે ભારે વરસાદ અને ગાજવીજ વચ્ચે આકાશી વીજળીએ તાંડવ મચાવ્યું હતું. એક જ ગામમાં ટૂંકા સમયગાળામાં બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ બે ભેંસો અને એક ગાયના કરુણ મોત થતાં પશુપાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
પ્રથમ ઘટનામાં ચાંગડા ગામના ચૌહાણ બરકતખાન લાખજીજીના ઘરે આકાશી વીજળી પડતાં તેમની બંને ભેંસોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બીજી ઘટનામાં ગામના મોદી છોગાભાઈ પુનમાજીના ઘરે વીજળી પડતાં તેમની એક ગાયનું પણ કરુણ મોત થયું હતું. સતત ગાજવીજ અને ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
એક જ ગામમાં આકાશી વીજળીની બે દુર્ઘટનાઓમાં ત્રણ પશુઓના મોત થતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. અસરગ્રસ્ત પશુપાલકોને સરકાર દ્વારા પશુહાનિ વળતર હેઠળ તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે તેવી ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા માંગ ઉઠી રહી

Back to top button
error: Content is protected !!