BHUJGUJARATKUTCH

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલા ફિલ્ડ બટ ઉપર આર્મ્સ ફાયરીંગ પ્રેકટીસ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૫ જુલાઈ : ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૦૩ ઉપર 11 th Bn The Madras Regimentના તાબા હેઠળ તા.૨૬ જુલાઈ,૨૦૨૬ થી ૩૧ જુલાઇ, ૨૦૨૬ સુધી આર્મ્સ ફાયરીંગ પ્રેક્ટીસ યોજવામાં આવનારી છે. જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!