GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:ગાંધીનગર જતાં AAP કાર્યકરોની વાંકાનેર પોલીસે અટકાયત, પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવવા નીકળ્યા હતા

 

WAKANER:ગાંધીનગર જતાં AAP કાર્યકરોની વાંકાનેર પોલીસે અટકાયત, પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવવા નીકળ્યા હતા

 

વાંકાનેર, 25 જુલાઈ: દેશભરમાં ચાલી રહેલા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને સમર્થન આપવા અને ગાંધીનગરમાં યોજાનારા વિરોધ પ્રદર્શન (પ્રોટેસ્ટ)માં જોડાવા માટે નીકળેલા આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોને વાંકાનેર તાલુકા પોલીસે અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓના હિત અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થાની માંગ સાથે કાર્યકરો ગાંધીનગર જવા રવાના થયા હતા.

AAP વાંકાનેર વિધાનસભા સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળા નું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરવા જઈ રહ્યા હતા, છતાં પોલીસ દ્વારા રસ્તામાં રોકી તેમની અટકાયત કરવામાં આવી. પાર્ટીએ આ કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે.

દેશભરમાં પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર સામે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

“વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો કોઈ ગુનો નથી. લોકશાહીમાં સત્ય અને ન્યાય માટેનો સંઘર્ષ ચાલુ રહેશે.”

Back to top button
error: Content is protected !!