GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સુરેલી ગામના ખેતરમાં પાંચ ફૂટના અજગર જોઈ ગભરાટ, તુષાર પટેલની સૂઝબૂઝથી સુરક્ષિત રેસ્ક્યુ બાદ અજગરને જંગલમાં છોડાયો.

તારીખ ૨૬/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સુરેલી ગામે મહેન્દ્રભાઈ રતનભાઈ પટેલના ખેતરમાં અચાનક પાંચ ફૂટ લાંબો અજગર દેખાતા ખેડૂતો અને ગામ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યાં ઘટનાની જાણ થતાં જ ખેતર માલિક મહેન્દ્રભાઈએ તાત્કાલિક જીવદયા પ્રેમી તુષારભાઈ પટેલને ટેલિફોન કરીને જાણ કરી. માહિતી મળતાં જ તુષારભાઈ પટેલ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને તુષારભાઈએ અજગરને કોઈ નુકસાન ન પહોંચે તે રીતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું. ત્યારબાદ અજગરને વાહનમાં લઈ જઈને નજીકના ખુલ્લા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ જીવદયા પ્રેમી ની ઝડપી અને જોખમભરી કામગીરીની પ્રશંસા કરી હતી. જીવદયા પ્રેમી તુષારભાઈ પટેલે જણાવ્યું કે ચોમાસામાં આવા સરિસૃપો ખેતરો અને રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. આવી સ્થિતિમાં તરત જ વન્યજીવ બચાવ ટીમ કે જાણકાર વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ. જ્યાં વન વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે કોઈપણ જંગલી પ્રાણી દેખાય તો તેને મારવાને બદલે તંત્રને જાણ કરે જેથી તેનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકાય.

Back to top button
error: Content is protected !!