GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાની સામાન્ય સભાની બેઠક યોજાઈ, 12 સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરાઈ

તા.27/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની સામાન્ય સભાની બેઠક મેયર રાકેશકુમાર રાઠોડના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યોજાઈ હતી જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલા કામોને સર્વાનુંમતે બહાલી આપવામાં આવી હતી આ ઉપરાંત આ બેઠકમાં કુલ 13 કામોને સર્વાનુંમતે મંજુરી આપવામાં આવી હતી અને મહાનગર પાલિકાની 12 સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક પણ સર્વાનુંમતે કરવામાં આવી હતી જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિના ચેરમેન તરીકે ભગીરથસિંહ ઝાલા, વાહવવ્યવહાર અને ગેરેજ સમિતિના ચેરમેન તરીકે શિખાબેન શુક્લ, સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે બીપીનભાઈ ખાંભલા, સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે ગજાનંદભાઈ ચૌહાણ, બાગ-બગીચા સમિતિના ચેરમેન તરીકે ભારતીબેન ખોખાણી, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જશુબેન ભરવાડ, લાઈટીંગ-ઈલેક્ટ્રીક અને ફાયર સમિતિના ચેરમેન તરીકે જશુબેન વેગડ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે વનરાજસિંહ સોલિંકી, પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પટેલ, ગટર-ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે કુસુમબેન સોલંકી, સ્ટાફ સિલેક્શન સમિતિના ચેરમેન તરીકે પ્રવિણભાઈ પરમારની સર્વાનુંમતે નિમણૂક કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!