GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સર્કિટ હાઉસમાં ધારાસભ્ય ફતેસિંહની ઉપસ્થિતિમાં ભાજપ એસ.સી. મોરચાની સંકલન બેઠક યોજાઈ.

તારીખ ૨૭/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા સર્કિટ હાઉસ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના એસ.સી. મોરચાની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં બેઠક દરમિયાન પાર્ટીના આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને ભવિષ્યની કાર્યયોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. એસ.સી. સમાજને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તે માટે વ્યૂહરચના ઘડવામાં આવી જ્યાં આ પ્રસંગે કાલોલ ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,જિલ્લા ભાજપ મંત્રી ડો.પરાગ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર, કાલોલ તાલુકા એસ.સી. મોરચાના પ્રમુખ સંજયભાઈ વણકર તેમજ નવનિયુક્ત તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ચંપાબેન મનહરભાઈ પરમાર સહિત એસ.સી. મોરચાની તાલુકાની સમગ્ર ટીમ હાજર રહી હતી.બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સંગઠનને બૂથ સ્તર સુધી વધુ મજબૂત બનાવવા માટે પોતાના સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા. ધારાસભ્યએ તમામ કાર્યકરોને એકજૂટ થઈને પાર્ટીની નીતિઓ ઘર-ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકથી કાલોલ તાલુકામાં ભાજપના એસ.સી. મોરચાની પ્રવૃત્તિઓને નવી દિશા મળશે તેવી આશા કાલોલ તાલુકા ભાજપ એસ.સી. મોરચાના પ્રમુખ સંજયભાઈ વણકર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!