GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણમાં ચોમાસા બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં, પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

તા.27/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના વઢવાણમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે લાયઝન અધિકારી અને નાયબ કલેક્ટર મેહુલ ભરવાડની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વરસાદને કારણે થયેલા નુકસાન અને વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી રાહત કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠક દરમિયાન, તમામ સંબંધિત વિભાગોને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ, રોડ- રસ્તાના સમારકામ, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવો અને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી આ કામગીરીનો અહેવાલ પણ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું અધિકારીઓએ માહિતી આપી હતી કે વઢવાણ તાલુકાના 40 ગામોમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી કોઈ પશુના મૃત્યુ થયાનો અહેવાલ મળ્યો નથી આ ઉપરાંત, કાચા કે પાકા મકાનોને નુકસાન થયાની પણ કોઈ નોંધ મળી નથી, જે રાહતની વાત છે સુરક્ષાના ભાગરૂપે, મહાનગર પાલિકા વિસ્તારમાં નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા કુલ 217 લોકોને સલામત સ્થળે આવેલા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા આ પગલું સંભવિત જોખમને ટાળવા માટે લેવામાં આવ્યું હતું વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસિ્થતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!