GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં CGST વિભાગનુ ચેકીંગ :ઉદ્યોગપતિઓમાં ફફડાટ

 

MORBI:મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં CGST વિભાગનુ ચેકીંગ : ઉદ્યોગપતિઓમાં ફફડાટ

મોરબી:વિશ્વભરમાં ક્લોક (ઘડિયાળ) ઉત્પાદન માટે જાણીતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં આજે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગની સરપ્રાઇઝ એન્ટ્રીથી ભારે ખળભળાટ મચી ગયો છે. લજાઈ-હડમતીયા રોડ પર આવેલી જાણીતી ‘સ્ટીવન ક્વાર્ટસ’અંજલિ ક્વાર્ટસ , જે કે વુડન અને એમ્પાયર ક્વાર્ટસમાં ચેકીંગ સહિત કુલ ચાર જેટલા ઔદ્યોગિક એકમો પર CGSTની અલગ-અલગ ટીમો દ્વારા એકસાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, CGST વિભાગના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ વહેલી સવારે જ ફેક્ટરી પરિસરોને ઘેરી લીધા હતા. અધિકારીઓ દ્વારા નીચે મુજબના મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે:

હિસાબી રેકોર્ડ: છેલ્લા કેટલાક સમયના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની ચકાસણી.બિલ વગરના વેચાણની આશંકા: ગેરકાયદે બિલો અથવા કાચા ચોપડે થયેલા માલના વેચાણ અંગે રેકોર્ડ્સની સ્ક્રુટિની.

ડિજિટલ ડેટા સીઝ: ફેક્ટરીના કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને ઈ-વે બિલોના ડેટાની ક્રોસ-વેરિફિકેશન કાર્યવાહી.

મોરબીના ક્લોક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એકસાથે ૪ એકમો પર પડેલા આ દરોડાને કારણે અન્ય ઉત્પાદકો અને વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. મોરબીના ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક વેપારીઓ તપાસના ડરે એલર્ટ થઈ ગયા છે. હાલ CGST વિભાગ દ્વારા દરોડાની સમગ્ર કાર્યવાહી ગુપ્ત રાખવામાં આવી છે. અધિકારીઓએ હજુ સુધી કરચોરીના આંકડા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, તમામ દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ્સની આંકડાકીય સરખામણી પૂર્ણ થયા બાદ જ કેટલા કરોડની ગેરરીતિ કે ટેક્સ ચોરી આચરવામાં આવી છે ચિત્ર સ્પષ્ટ થશે.

Back to top button
error: Content is protected !!