GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળામાં ગૌરીવ્રત માં દીકરીઓને જમાડી ડ્રાયફ્રુટ-ફૂડપેકેટ આપી ઉજવણી કરાઇ..

તારીખ ૨૮/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે આવેલા શ્રી ભગિની સેવા મંડળ દ્વારા શ્રાવણ માસના પાવન અવસરે ગૌરીવ્રતની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે મંડળ સંચાલિત શાળાની દીકરીઓ માટે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગૌરીવ્રતના પાંચ દિવસ સુધી તમામ દીકરીઓને પ્રેમથી ભોજન જમાડવામાં આવશે. છઠ્ઠા દિવસે દીકરીઓનો ઉપવાસ છોડાવીને વિધિપૂર્વક પારણા કરાવવામાં આવશે. જ્યાં વ્રત દરમિયાન દરરોજ દીકરીઓને અલગ-અલગ ગિફ્ટ, ડ્રાયફ્રુટ અને ફૂડપેકેટ પણ આપવામાં આવશે જેથી તેમનામાં તહેવારની ખુશી બમણી થાય.ગૌરીવ્રતના આજના પ્રથમ દિવસે રૂપલબેન બિરેનભાઈ સુથાર દ્વારા દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. જ્યારે તેજલબેન રાજેશભાઈ શાહ તરફથી દીકરીઓને ગિફ્ટ આપવામાં આવી. આ ઉપરાંત મંડળને ગૌરીવ્રત નિમિત્તે મળેલા દાનમાંથી પણ દીકરીઓને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મંડળના હોદ્દેદારોએ આ પવિત્ર કાર્ય માટે આગળ આવેલા તમામ મનોરથી અને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આવા સંસ્કારલક્ષી કાર્યક્રમોથી બાળકીઓમાં ધાર્મિક ભાવના અને સંસ્કારનું સિંચન થાય છે.આ પ્રસંગે મંડળના સભ્યો, શિક્ષિકાઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!