BHACHAUGUJARATKUTCH

વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે સામખીયારીમાં હેલ્થ કેમ્પ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૨૮ જુલાઈ : વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે “Hepatitis: Let’s Break It Down” થીમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી તથા ટી.બી./એચ.આઈ.વી. અધિકારી, કચ્છ દિશા યુનિટના માર્ગદર્શન હેઠળ આજરોજ સામખીયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના AAM સામખીયારી–4 વિસ્તારના શાંતિધામ એરિયામાં આવેલી આંગણવાડી નં. 4 ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારી અને આઈ.સી.ટી.સી., સામુહિક આરોગ્ય કેન્દ્ર ભચાઉના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન કુલ 48 વ્યક્તિઓના HIV ટેસ્ટ, 22 વ્યક્તિઓના HBsAg (હેપેટાઇટિસ-બી) ટેસ્ટ, 12 વ્યક્તિઓની STI સંબંધિત તપાસ તેમજ 3 વ્યક્તિઓની ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. સાથે જ હેપેટાઇટિસ અંગે જાગૃતિ ફેલાવવા, સમયસર તપાસ કરાવવા અને યોગ્ય સારવાર મેળવવાના મહત્વ વિશે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંઘ સાહેબ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારીના મેડિકલ ઓફિસર ડો. સીમા ચૌધરી મેડમ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે MPHS દીપકભાઈ દરજી , CHO સેજલબેન ચૌધરી,FHW જેતીબેન માડમ, MPHW ભારમલભાઈ ડાંગર, આશા વર્કર નિશાબેન મોવર તથા આંગણવાડી કાર્યકર વાસંતીબેનનો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન ICTC કાઉન્સિલર હરેશ પંડ્યા (સામુહિક આરોગ્ય કેન્દ્ર ભચાઉ) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!