વેલંજા વિસ્તારમાં બાપા સીતારામ ગ્રુપ તથા કિશોરસિંહ મોરી (બાપુ) ગ્રુપ દ્વારા 14મા ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી

વેલંજા રંગોલી ચોકડી ખાતે યોજાયેલા ગુરુપૂર્ણિમા મહોત્સવમાં 3,000થી વધુ ભાવિક ભક્તોએ બાપાના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો
વેલંજા રંગોલી ચોકડી ખાતે બાપા સીતારામ ગ્રુપ તથા કિશોરસિંહ મોરી (બાપુ) ગ્રુપ દ્વારા 14મા ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
મહોત્સવ દરમિયાન આશરે 3,000થી વધુ ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી બાપાના દર્શનનો લાભ લીધો હતો તેમજ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારની અડચણ વિના મહોત્સવનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પૂર્વ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કિશોરસિંહ મોરી (બાપુ) દ્વારા દર વર્ષે કરવામાં આવતા સુંદર આયોજનની પ્રશંસા કરી હતી અને આવનારા વર્ષોમાં પણ આ પ્રકારના ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન સતત થતું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મહોત્સવના અંતે કિશોરસિંહ મોરી (બાપુ) દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ આગેવાનો, કાર્યકરો, તથા ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તો અને સમગ્ર જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ક્રિષ્ના ડેરી, રંગોલી ચોકડી; મારુતિ માર્ટ, રંગોલી ચોકડી; પાઘડી ચા પાન, રંગોલી ચોકડી; તેમજ બોમ્બે ચોપાટી/આઇસ્ક્રીમ, રંગોલી ચોકડી તરફથી સૌજન્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમના નિમંત્રક તરીકે સ્વ. ગોવિંદસિંહ.જી.મોરી, કિશોરસિંહ.જી.મોરી, અનુરૂપસિંહ.કે. મોરી અને અભિજીતસિંહ સહિતના આગેવાનો દ્વારા સમગ્ર આયોજનની જવાબદારી સંભાળવામાં આવી હતી.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત







