”મજબૂત બૂથ – મજબૂત ભાજપ” અભિયાન હેઠળ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ ૧૬ ગામો ખૂંદ્યા: બૂથ સ્તરે સમીક્ષા કરી કાર્યકરો સાથે સહભોજન લીધું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટીના “મજબૂત બૂથ – મજબૂત ભાજપ” અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ માંગરોળ તાલુકાની મેખડી જિલ્લા પંચાયત સીટના ૩૦ જેટલા બૂથો અને ૧૬ ગામોનો વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. પ્રવાસ દરમિયાન તેમણે બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર સંયોજકો, સ્થાનિક હોદ્દેદારો અને ક્ષેત્રીય આગેવાનો સાથે બેઠકો યોજી સંગઠનાત્મક બાબતો અંગે સમીક્ષા કરી હતી.
પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પ્રવાસ દરમિયાન બૂથ સ્તરે વર્ષ દરમિયાન કરવાના કાર્યક્રમો, સભ્યતા અભિયાન, સરકારી યોજનાના લાભાર્થીઓનો સંપર્ક તથા આગામી ચૂંટણીલક્ષી આયોજન અંગે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત દરેક બૂથનું વિસ્તૃત એનાલિસિસ કરીને સંગઠનની સ્થિતિ અને કાર્યકરોની સક્રિયતા ચકાસી બૂથોને વધુ પરિણામલક્ષી બનાવવા માટે સૂચનાઓ આપી હતી.
આ પ્રવાસમાં માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ અરજણભાઈ આતરોલીયા, મહામંત્રી રાકેશ યોગાનંદી, બાલુભાઈ કોડીયાતર, વિપુલભાઈ પરમાર, રાહુલભાઈ નંદાણીયા તથા પ્રભારી રવિભાઈ ચાપાણી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.
પ્રવાસના અંતે મેખડી સીટના જિલ્લા પંચાયત સભ્ય સોમાભાઈ વાસણના નિવાસસ્થાને તમામ હોદ્દેદારો, કાર્યકરો અને બૂથ પ્રમુખોનું સહભોજન યોજાયું હતું.
આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, બૂથ એ સંગઠનની સૌથી મજબૂત કડી છે અને કાર્યકર્તા ભાજપની સાચી શક્તિ છે. આગામી દિવસોમાં ભાજપને વધુ મજબૂત કરવા અને વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે આવા પ્રવાસો સતત ચાલુ રખાશે.
«
Prev
1
/
168
Next
»
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય