JUNAGADHJUNAGADH CITY / TALUKO

સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે ‘વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ૨૦૨૬’ યોજાઈ

રમત-ગમત વિભાગ અને જિલ્લા યુવા વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન

રમત-ગમત વિભાગ અને જિલ્લા યુવા વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે “વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ શિબિરમાં અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય ભગીરથસિંહ જાળીયાએ પ્રેરક સંબોધન કરી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર તાલીમ શિબિરનું સફળ આયોજન આચાર્ય ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હોવાનું આઈ.ટી.આઈ. જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!