વિજયનગરમાં પ્રતાપગઢ કંપા ખાતે બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના જાગૃતિ અંગે ખેડૂત તાલીમ યોજાઈ

વિજયનગરમાં પ્રતાપગઢ કંપા ખાતે બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના જાગૃતિ અંગે ખેડૂત તાલીમ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકામાં પ્રતાપગઢ કંપા ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓના જાગૃતિ તેમજ
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા હેતુ પ્રતાપગઢ કંપા વિજયનગર ખાતે એક દિવસીય ખેડૂત તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં નાયબ બાગાયત નિયામકશ્રી ડી. એમ. પટેલ દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, ખેડૂતોને ઉપલબ્ધ સરકારી સહાય તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેના લાભો અને અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
કૃષિ વૈજ્ઞાનિક, ખેડબ્રહ્મા ડૉ. ડી. ડી. ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, બાગાયતી પાકોમાં તેના ઉપયોગ, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, ખેતી ખર્ચમાં ઘટાડો તેમજ ખેડૂતોને પોતાના ઉત્પાદનોનું સીધું બજારમાં વેચાણ કરીને વધુ વળતર પ્રાપ્ત થાય તે અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી.
અંતે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવી ટકાઉ, પર્યાવરણમૈત્રી અને આવકવર્ધક ખેતી પદ્ધતિઓ તરફ આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા




