GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૭.૨૦૨૬

સનાતન ધર્મમાં અષાઢી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, જેને ગુરુપૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પરંપરામાં આ દિવસ આધ્યાત્મિક ગુરુ પ્રત્યે પૂજ્યભાવ, આદર અને સમર્પણ વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. ગુરુપૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના સનાતન અને પવિત્ર સંબંધોને ઉજાગર કરતો પર્વ છે.આ નિમિત્તે આજે બુધવારે મંદિર પરિસરમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મંદિરના સંતો દ્વારા પ્રેરણાદાયી પ્રવચન અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત શ્રી કેશવસ્વરૂપદાસજી મહારાજ તથા સંત શ્રી સંતપ્રસાદ સ્વામીજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ગુરુપૂર્ણિમાના આ પવન પર્વે ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને ગુરુદેવના દર્શન-આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. આ સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!