નવસારી: આદિવાસી આગેવાનો દ્વારા પૂરગ્રસ્ત ઊંડાચના બાળકોને ગુરુપૂર્ણિમા નિમિતે દફ્તર અને નોટબુકનું વિતરણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર પૂરપીડિતોની પરિસ્થિતિ અતિશય દુ:ખદાયક અને સમાજે હજુ વધારે મદદ પહોંચાડવાની જરૂર:-ડો.પ્રદીપભાઈ ગરાસિયા.
દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પુરમાં અનેક પરિવારોની જિંદગી ધૂળધાણી થઇ ગઈ અને ઘણા પરિવારોના શરીર પર પહેરેલા કપડાં સિવાય કંઈપણ બચ્યું નથી.ત્યારે બીલીમોરા અને ઊંડાચ વિસ્તારમાં આદિવાસી આગેવાનોએ ટીમવર્ક કરી ગુરુપૂર્ણિમા નિમિતે ગરીબ પરિવારોના 110 બાળકો માટે ચોપડા અને દફ્તર,ચોકલેટ વગેરે આપી ખુશીઓની વહેંચણી કરી છે.આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ,મુકેશ પટેલ,અરુણ પટેલ,યોગેશ પટેલ,સ્વસ્તિક પટેલ,વિજય પટેલ,પ્રવીણભાઈ,વંશ પટેલ, નરેશ પટેલ, રાહુલ રાઠોડ,જયેશ પટેલ,ડો.હરિભાઈ ભોયા,ડો.શશાંક પટેલ,હર્ષિલ નાયક,અમિત ટંડેલ, જીતેન્દ્ર પટેલ,મુકેશભાઈ પટેલ,મહેશ પટેલ,કમલેશભાઈ,સતિષભાઈ,મનેશભાઈ, પથીક,કાર્તિક,તિલકભાઈ સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડો.નિરવભાઇ પટેલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ હમેશા ગુરુઓના જ્ઞાનથી પ્રકાશિત રહી છે ત્યારે બાળકોની જિંદગીમા શિક્ષણરૂપી ઉજાસ ફેલાવવાનો અમારી બીલીમોરાની ટીમનો પ્રયાસ સરાહનીય છે અને શિક્ષણ અને આરોગ્ય માટે સમસ્ત આદિવાસી સમાજની ટીમ હમેશા કટીબદ્ધ રહેશે.



