
નર્મદા જિલ્લામાં તા.૩૧ જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી
નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ : પવનની ગતિ પણ વધુ રહેવાની શકયતાઓ
રાજપીપળા : જુનેદ ખત્રી
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી અનુસાર રાજ્યમાં આગામી તા.૩૧મી જુલાઈના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે તેમજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા જિલ્લાઓમાં ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે.
નર્મદા જિલ્લા સહિત અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન પવનનો વેગ વધુ રહેવાની શકયતાઓ રહેલી છે. જેથી નાગરિકોએ તકેદારીના પગલાઓ લેવા અનુરોધ કરવામાં આવે છે.


