DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડાના નિંઘટ-કેવડી અને મંડાળા-બોરીપીઠા માર્ગ પર પેચ વર્ક શરૂ

દેડિયાપાડાના નિંઘટ-કેવડી અને મંડાળા-બોરીપીઠા માર્ગ પર પેચ વર્ક શર

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 30/07/2026 – નર્મદા જિલ્લામાં ગત સપ્તાહે થયેલા ભારે વરસાદને કારણે કેટલાક આંતરિક માર્ગો પર ખાડા પડતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોના તાત્કાલિક દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

દેડિયાપાડા પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા નિંઘટથી કેવડી માર્ગ તેમજ મંડાળાથી બોરીપીઠા માર્ગ પર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી શરૂ થતાં સ્થાનિક ગ્રામજનો અને દૈનિક અવરજવર કરતા વાહનચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

 

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના અન્ય વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું પણ તબક્કાવાર સર્વેક્ષણ કરી જરૂરી દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને સલામત અને સુવિધાજનક માર્ગ વ્યવહાર ઉપલબ્ધ થઈ શકે.

Back to top button
error: Content is protected !!