થાનગઢ શહેરમાં આવેલી સર્વોદય સોસાયટીમાં સિરામિક ફેકટરીમાં આગ લાગતાં દોડધામ મચી

તા.30/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તરણેતર રોડ ઉપર આવેલ સીરામીક ફેક્ટરીમાં સવારે દૈનિક કામકાજ ચાલુ હતું તે દરમિયાન લગભગ 11ઃ00 વાગ્યા આસપાસ સિરામિક ફેક્ટરીના માલના પેકિંગ માટેના પુઠા રાખેલ ગોડાઉનમાં અચાનક આગની જ્વાળાઓ દેખાતા દોડધામ મચી જવા પામી હતી જેને બે કલાકની જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી થાનના તરણેતર રોડ ઉપર આવેલ પ્રગતિ સિરામિક નામની ફેક્ટરી આવેલી છે જેમાં સિરામિકની જુદી જુદી આઈટમો બનાવવામાં આવે છે અને પાકા માલનું પેકિંગ કરવા માટે પૂઠાના બોક્સ મોટા પ્રમાણમાં રાખવામાં આવતા હોય છે દૈનિક કામ મુજબ બુધવારના રોજ પણ સિરામિકનું કામકાજ ચાલુ હતું પેકિંગ માટે રાખેલા બોક્ષના ગોડાઉનમાં લગભગ 11 વાગ્યા આસપાસ આગની જ્વાળાઓ દેખાતા સીરામીકમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી તમામ કામદારો તથા માલિક આગને કાબૂમાં લેવાનો પ્રયત્નમાં લાગી ગયા હતા આગ લાગ્યા અંગેની જાણ નગરપાલિકાને કરવામાં આવતા એન્જીનિયર જયપાલ મીર, સંદીપભાઈ સહિતના કર્મચારીઓ ફાઈટર ફાયટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આગને કારણે કોઈ જાન હાનિ થઈ નથી પરંતુ લાખો રૂપિયાની નુકશાની થવા પામી છે.




