GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

૧૮૧ અભયમની સરાહનીય કામગીરી: પતિ-પત્ની વચ્ચેના પારિવારિક મનદુઃખમાં ૧૮૧ અભયમ ટીમે કરાવ્યું સુખદ સમાધાન

૧૮૧ અભયમની સરાહનીય કામગીરી: પતિ-પત્ની વચ્ચેના પારિવારિક મનદુઃખમાં ૧૮૧ અભયમ ટીમે કરાવ્યું સુખદ સમાધાન

કૌટુંબિક બાબતો તથા કૌટુંબિક વર્તનને લઈને દંપતી વચ્ચે ઊભી થયેલી ગેરસમજ અને તકરારનું ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે સ્થળ પર પહોંચીને સફળતાપૂર્વક સુખદ સમાધાન કરાવ્યું હતું. પીડિત મહિલા મૂળ ઓડિસા રાજ્યથી આવેલ છે. મહિલા સગર્ભા હોવા છતાં, અવારનવાર યોગ્ય સમયે જમવાની ના પાડતા હતા. ઉપરાંત, અન્ય રાજ્યના હોવાને કારણે અહીંના ઘરના વડીલો સાથે કેવું વર્તન કરવું અને રીતિ-રિવાજો કેવી રીતે જાળવવા તે બાબતે તેમનામાં સમજણનો અભાવ હતો. આ બાબતોને લઈને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ પૂર્વે પણ બે વખત આ જ પ્રકારે ઝઘડો થતાં મહિલા પિયર જતી રહી હતી, પરંતુ તેમના પતિ પોતે પિયર જઈને તેમને પ્રેમથી ઘરે તેડી આવ્યા હતા. આજે પતિ મહિલાને દર્શન કરવા માટે મંદિરે લઈ ગયા હતા. ત્યાં દર્શન બાદ પ્રસાદ લેવાનું કહેતાં મહિલાએ ના પાડતાં બંને વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી આવેશમાં આવી મહિલા ઘર છોડીને રેલવે સ્ટેશન તરફ નીકળી ગઈ હતી. ઘટના અંગે કોલ મળતાં જ ૧૮૧ અભયમની ટીમ તરફથી કાઉન્સિલર રિંકલબેન મેત્રા, મહિલા કોન્સ્ટેબલ અસ્મિતાબેન ગોંડલિયા,તથા પાઇલટ ,વિજયભાઈ મુછળીયા તુરંત ઘટના સ્થળે પહોંચી‌ ગયા હતા.ટીમ દ્વારા રેલવે સ્ટેશનથી મહિલાને શોધી કાઢીને સહીસલામત રીતે ઘરે લાવવામાં આવ્યા હતા.ઘરે પહોંચીને બંને પક્ષોનું ગહન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.મહિલાને સગર્ભાવસ્થા દરમિયાન પોતાના સ્વાસ્થ્ય માટે સમયસર જમવા તેમજ પરિવારના વડીલો સાથે યોગ્ય વર્તન અને સમજણ કેળવવા અંગે શાંતિથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પતિનું કાઉન્સેલિંગ કરી તેમને પણ પત્નીની પરિસ્થિતિ સમજીને સાથ આપવા જણાવાયું હતું. ૧૮૧ અભયમની ટીમે બંનેને યોગ્ય કાયદાકીય માહિતી પૂરી પાડી પરિવારની મર્યાદાઓ અંગે સમજ આપી હતી. કાઉન્સેલિંગ બાદ બંને પક્ષો પોતાની ભૂલો સમજી એકબીજા સાથે રહેવા સંમત થયા હતા. આમ, કાઉન્સિલર રિંકલબેન મેત્રા, કોન્સ્ટેબલ અશ્મિતાબેન ગોંડલિયા અને પાઇલટ વિજયભાઈ મુછળની સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ કામગીરીથી ગર્ભવતી મહિલા અને પરિવારનું સ્થળ પર જ સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!