સુરેન્દ્રનગર મનપા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

તા.31/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારના હવામહેલ ડેવલપમેન્ટ, રિવરફ્રન્ટ, ધોળીપોળ ગેટ હેરિટેજ પ્લેસ, બાગ-બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાણી અને ગટર વ્યવસ્થા તથા રોડ રસ્તા સહિતના કામ સાથે સંકળાયેલ વિવિધ કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી નિખિલભાઇ ચાંપાનેરી, શાસક પક્ષ નેતા અને દંડક સહિત બાંધકામ સમિતિ, પાણી પુરવઠા કમિટી, બાગ બગીચા કમિટી, શહેરી વિકાસ કમિટી, સેનિટેશન કમિટીના ચેરમેનઓ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




