GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD: હળવદના સુખપર ગામ પાસે એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતો યુવક ઝડપાયો

 

HALVAD: હળવદના સુખપર ગામ પાસે એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતો યુવક ઝડપાયો

હળવદ તાલુકાના સુખપર ગામ નજીકથી એક્ટિવા સ્કૂટર પર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા એક ઈસમને હળવદ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, હળવદ પોલીસ ટીમ વિસ્તારમાં નાઇટ/ડે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સુખપર ગામ નજીક રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી વાળું એક્ટીવા સ્કૂટર (રજીસ્ટર નંબર: GJ-36-BC-4449) ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી.

એક્ટીવાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ (કિંમત રૂ. ૧૨,૦૦૦/-) મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતનું એક્ટીવા સ્કૂટર જપ્ત કરી કુલ રૂ. ૪૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ મામલે પોલીસે આરોપી અજય વિનોદભાઈ સુરેલા (રહે. હળવદ)ની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!