SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરની મનપા દ્વારા આગામી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કોલેજના મેદાનમાં લઈને વિરોધનો સુર ઉઠ્યો.

તા.31/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની મહાનગર પાલીકા દ્વારા આગામી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન સતત બીજા વર્ષે શહેરની એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં કરવામાં આવનાર છે ત્યારે આ બાબતનો વિરોધ કરી ગુરૂવારે સુરેન્દ્રનગર મહાનગરવપાલીકાના કમીશ્નરને લેખીત રજુઆત કરાઈ છે સુરેન્દ્રનગરની સરકારી એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની સ્થાપના વર્ષ 1955માં થઈ હતી શૈક્ષણીક હેતુ માટે આ જમીન વઢવાણ ઠાકોર સાહેબે આપી હતી ત્યારે તાજેતરમાં યોજાયેલ મહાનગર પાલીકાની બોર્ડની બેઠકમાં સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા સતત બીજા વર્ષે જન્માષ્ટમી લોકમેળાનું એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં આયોજન જાહેર કર્યુ છે આ બાબતે શહેરીજનોમાં વિરોધનો સુર ઉઠયો છે જેમાં ગુરૂવારે કાંતીભાઈ ટમાલીયા, સુલેમાનભાઈ કુરેશી, સાહીર સોલંકી, મહેન્દ્રભાઈ પરમાર, નીલેશ વાઘેલા સહિતનાઓએ સુરેન્દ્રનગર મહાનગર પાલીકાના કમીશ્નર જે.કે.જાદવને લેખીત રજુઆત કરી હતી આ રજુઆતમાં જણાવાયા મુજબ કોલેજની જમીન વઢવાણ સ્ટેટે શૈક્ષણીક હેતુ માટે આપી છે મહાનગ પાલીકાની આવક વધારવા તેનો ઉપયોગ નીંદનીય છે કોલેજના મેદાનમાં દરરોજ સવારે અને સાંજે સીનીયર સીટીઝનો, મહિલાઓ વોકીંગ કરે છે બીજી તરફ શારીરીક કૌશલ્યની પરીક્ષાના ઉમેદવારો મેદાનમાં પ્રેકટીસ કરે છે લોક મેળામાં પ દિવસ દરમીયાન લાખો લોકોની અવરજવર થાય છે ફુટ સ્ટોલના લીધે મેદાનમાં ગંદકી થાય છે જે બાદમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને નુકશાનકર્તા છે ત્યારે જન્માષ્ટમી લોકમેળો કોલેજના મેદાનને બદલે અન્ય સ્થળે યોજવા રજુઆતના અંતે માંગણી કરાઈ છે.

Back to top button
error: Content is protected !!