GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે સાંસદ રાજપાલસિંહ જાદવની સૌજન્ય મુલાકાતમાં બે વર્ષના વિકાસકાર્યોની ઝાંખી કરતું પુસ્તક ભેટ આપ્યું.

તારીખ ૦૧/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ સાથે પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવે પરિવાર સહિત સૌજન્ય મુલાકાત કરી હતી. જ્યાં આ શુભ અવસરે સાંસદ રાજપાલસિંહ જાદવે પંચમહાલ લોકસભાના સાંસદ તરીકેના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તૈયાર કરાયેલ ‘કાર્યયાત્રા’ નામનું પુસ્તક કેન્દ્રીય મંત્રી અમિત શાહને અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. અને આ પુસ્તકમાં છેલ્લા બે વર્ષમાં પંચમહાલ સંસદીય ક્ષેત્રમાં થયેલી જનસેવા, વિવિધ વિકાસકાર્યો અને લોકહિત માટેના પ્રયાસોની વિગતવાર ઝાંખી સમાવવામાં આવી છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ્સની માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.

મુલાકાત દરમિયાન સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે આપનું માર્ગદર્શન અને નેતૃત્વ દરેક કાર્યકર માટે અમૂલ્ય પ્રેરણાસ્રોત છે. આપની દૂરંદેશી, અથાક પરિશ્રમ અને રાષ્ટ્ર પ્રત્યેનું અડગ સમર્પણ અમને સૌને સશક્ત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સત કાર્યરત રહેવાની પ્રેરણા આપે છે. જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ પંચમહાલમાં થયેલી વિકાસલક્ષી કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ જનસેવાના કાર્યો વધુ વેગથી કરવા માટે સૂચનાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!