GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરી, પૂરના પ્રકોપ વચ્ચે દેવદૂત બનીને વહીવટી તંત્રએ અનેક પરિવારોને આપ્યું નવજીવન

નવજીવન મળતા પરિવારે વહીવટી તંત્ર અને પ્રાંત અધિકારી મેહુલ ભરવાડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો,

તા.01/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

નવજીવન મળતા પરિવારે વહીવટી તંત્ર અને પ્રાંત અધિકારી મેહુલ ભરવાડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો, કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મુશ્કેલીના સમયે મદદ માટે લંબાતો હાથ જ સાચા અર્થમાં ઈશ્વરનું સ્વરૂપ બની જાય છે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્રએ પોતાની સંવેદનશીલતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને તેમની ટીમ પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકો માટે ખરા અર્થમાં દેવદૂત સાબિત થઈ છે હાલમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વઢવાણ તાલુકાના કેરાળા ગામે નદીની સામેની બાજુએ પાણીના પ્રવાહમાં એક પરિવાર ફસાયો હોવાની ઘટના સામે આવી હતી અચાનક નદીમાં પાણીનું સ્તર વધી જતાં આ પરિવાર માટે જીવનું જોખમ ઊભું થયું હતું પાણીની વચ્ચે ફસાયેલા લોકોમાં એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળકનો સમાવેશ થતો હતો જેઓ બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતાં ભારે મુશ્કેલીમાં મુકાયા હતા ઘટનાની જાણ થતાં જ વઢવાણના પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને તેમની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી પરિસ્થિતિની ગંભીરતાને પારખીને પ્રાંત અધિકારીએ જરા પણ સમય વેડફ્યા વિના ફાયર બ્રિગેડની ટીમ સાથે સઘન સંકલન સાધ્યું હતું તંત્રની આ ટીમે ખરા અર્થમાં દેવદૂત બનીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ટીમે ભારે જહેમત અને કુનેહ પૂર્વકની કામગીરી કરી પાણીમાં ફસાયેલા ત્રણેય સભ્યો સુધી પહોંચી તેમને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા વહીવટી તંત્રની આ ત્વરિત તેમજ સંવેદનશીલ કામગીરીના કારણે આ પરિવારનો આબાદ બચાવ થયો હતો અને તેમને નવજીવન મળ્યું હતું આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ, બચાવી લેવાયેલા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો આ કપરા સમયે દેવદૂત બનીને મદદે આવવા બદલ પરિવારે વહીવટી તંત્ર તથા વિશેષ કરીને વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!