GUJARATKUTCHNAKHATRANA

નીરોણાની સારસ્વતમ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો અનોખો પ્રયોગ.

ધોરણ 9 થી 12ની 16 વિદ્યાર્થિનીઓએ શણના કોથળામાંથી 14 પગલૂછણિયાં બનાવી શાળાને ભેટ અર્પણ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૦૧ ઓગસ્ટ : શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સર્જનાત્મકતા, પર્યાવરણ જાગૃતિ અને સ્વાવલંબનના મૂલ્યોને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિના ભાગરૂપે સારસ્વતમ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણામાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાની શિક્ષિકા ભૂમિબેન વોરાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કુલ 16 વિદ્યાર્થિનીઓએ શણના જૂના કોથળા (ગુણીયા)નો સર્જનાત્મક ઉપયોગ કરીને કુલ 14 સુંદર અને ઉપયોગી પગલૂછણિયાં તૈયાર કર્યા હતા. કચરામાં જતી સામગ્રીનો પુનઃઉપયોગ કરીને ઉપયોગી વસ્તુઓ બનાવવાની આ પહેલ દ્વારા વિદ્યાર્થિનીઓએ પર્યાવરણ સંરક્ષણનો પણ ઉત્તમ સંદેશ આપ્યો હતો.તૈયાર કરાયેલા પગલૂછણિયાં શાળાના વિવિધ વર્ગખંડોમાં ઉપયોગ માટે શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આચાર્યશ્રીએ વિદ્યાર્થિનીઓના સર્જનાત્મક કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, શ્રમનું ગૌરવ, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Back to top button
error: Content is protected !!