ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા પોલીસ મથકની મુલાકાત લઈ તપાસણી હાથ ધરાઈ

તા.01/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડીવીઝન મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા સબ ડીવીઝન હેઠળ આવેલ ચોટીલા પોલીસ સ્ટેશનની વિગતવાર તપાસણી હાથ ધરવામાં આવી હતી ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૨૪/૦૨/૧૯૮૮ના પરિપત્ર તથા મહેસૂલ તપાસણી કમિશ્નર, ગાંધીનગરના તા. ૦૬/૦૪/૧૯૮૮ના પત્ર અનુસાર સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા તમામ પોલીસ સ્ટેશનો તથા પોલીસ આઉટ પોસ્ટોની સમયાંતરે તપાસણી કરવાની સત્તા આપવામાં આવેલ છે તે અન્વયે આ તપાસણી કરવામાં આવી હતી તપાસણી દરમિયાન સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટએ પોલીસ સ્ટેશનની દરેક શાખામાં રૂબરૂ જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વિવિધ રજીસ્ટરો, કેસોની નોંધ, વહીવટી કામગીરી, દસ્તાવેજોની જાળવણી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક રીતે જળવાઈ રહે તે હેતુસર ચોટીલા પીઆઇને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને ફિલ્ડ દરમિયાન અથવા અરજીઓ પ્રાપ્ત થાય ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૪ હેઠળ પાણીના વિવાદ (Water Dispute) સંબંધિત કેસોમાં સમયસર કાર્યવાહી કરવા, કલમ ૧૫૨ હેઠળ જાહેર ઉપદ્રવ (Public Nuisance) સંબંધિત કેસોમાં અસરકારક કામગીરી કરવા, પ્રોહિબિશન સંબંધિત કલમ ૯૩ હેઠળ જામીનની કાર્યવાહી કાયદેસરની રીતે કરવા, કલમ ૧૨૬, ૧૨૭, ૧૨૮ ૧૨૯ વિગેરે હેઠળ સુલેહશાંતિ જળવાઇ રહે તે માટે અટકાયતી ૫ગલા લેવા, હિસ્ટ્રીશીટરોને જરૂરી જણાય તો પાસા / તડીપારની કાર્યવાહીની દરખાસ્ત સમયસર મોકલી આ૫વી, જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટરી તરફથી જે હુકમો કરવામાં આવે તેની અમલવારી કરવા, સ્કુલો, કોલેજો તેમજ સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ઘરી માદક દ્રવ્યો NDPS અંતર્ગ કાર્યવાહી કરવી તેમજ એટ્રોસિટી સંબંધિત કેસોમાં સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે તપાસ હાથ ધરવા તેમજ લાંબા સમયથી રિન્યુ ન થયેલા હથિયાર પરવાના રદ કરી ખાલસા કરવાની દરખાસ્તો તૈયાર કરીને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલવા સૂચના આપવામાં આવી હતી તેમજ વઘુમાં તાજેતરમાં ભારે વરસાદની આગાહી ઘ્યાનમાં રાખીને ડિઝાસ્ટરને લગત કામગીરી કરવા જરૂરી સુચના આ૫વામાં આવી હતી ત્યારે આ તપાસણી દરમિયાન નીચે મુજબના મહત્વપૂર્ણ રજીસ્ટરો અને વહીવટી મુદ્દાઓની વિગતોમાં હાજરી રજીસ્ટર, હિસ્ટ્રીશીટર રજીસ્ટર, ખતિયાન રજીસ્ટર, સ્ટેશન ડાયરી, દેખરેખ નિયંત્રણ રજીસ્ટર, વારંવાર ગુનાઓ કરતા ઇસમોની નોંધના રજીસ્ટરો, મુદ્દામાલ રજીસ્ટર, હથિયાર પરવાના રજીસ્ટર, ઓરેન્જ રજીસ્ટર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબના કેસોનું રજીસ્ટર, પ્રોહિબિશન ગુનાઓ અંગેનું રજીસ્ટર, હિસાબી રજીસ્ટર, આવક-જાવક રજીસ્ટર, બિલ રજીસ્ટર, જાણવા જોગ રજીસ્ટર તેમજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હથિયારધારી તથા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓની સંખ્યા અને ફરજોની સહીતની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમમાં રાખવામાં આવેલ સરકારી શસ્ત્રો, કાર્ટ્રિજ, રબ્બર બુલેટ, ઇન્સાસ કાર્ટ્રિજ, બાર બોર કાર્ટ્રિજ, ટિયર સ્મોક શેલ, વગેરેનો રેન્ડમ આધારે ભૌતિક મેળાપ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનના લોક-અપની પણ ચકાસણી કરવામાં આવી હતી તેમજ સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તપાસણીના અંતે નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણાએ તમામ રજીસ્ટરોનું યોગ્ય સંચાલન, રેકોર્ડની નિયમિત જાળવણી, કાયદાકીય કાર્યવાહીમાં સમયબદ્ધતા તથા કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અંગે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી તેમણે પોલીસ સ્ટેશનની કામગીરી વધુ કાર્યક્ષમ, પારદર્શક અને કાયદા અનુસાર રહે તે માટે સતત સતર્કતા રાખવા ભાર મૂક્યો હતો.




