SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

કોઠારિયા નજીક માર્ગ પર ધરાશાયી થયેલા વીજ પોલને હટાવી વાહન વ્યવહાર ત્વરિત પૂર્વવત કરાયો

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી; નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા વહીવટી તંત્રની અપીલ

તા.01/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી; નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા વહીવટી તંત્રની અપીલ, વઢવાણ તાલુકાના કોઠારિયાથી આગળના મુખ્ય રોડ પર એક વીજ પોલ ધરાશાયી થઈ ગયો હોવાનો મેસેજ જિલ્લા કંટ્રોલરૂમને પ્રાપ્ત થયો હતો આ માહિતી મળતાની સાથે જ જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી માર્ગ પર વીજ પોલ પડવાના કારણે તાત્કાલિક PGVCLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી રસ્તા પર પડેલા આ થાંભલાને તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યો હતો અને રાહદારીઓ તથા વાહનચાલકોની સુવિધા માટે વાહન વ્યવહાર ઝડપથી પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો હતો પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવા માટે પણ અપીલ કરવામાં આવી છે વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત કાર્યરત છે.

Back to top button
error: Content is protected !!