KALOL(Panchamahal)PANCHMAHAL

હાલોલ એડી. સેશન્સ કોર્ટનો ચુકાદો: ગૌવંશ સાથે ક્રૂરતાના કેસમાં એકને સજા, એક આરોપીને પુરાવાના અભાવે મુક્ત.

તારીખ ૦૧/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

હાલોલની ત્રીજી અધિક સેશન્સ અદાલતે ફેબ્રુઆરી ૨૦૨૩ના ગૌવંશ સંબંધિત કેસમાં આખરી ચુકાદો આપ્યો છે. અદાલતે આ કેસમાં એક આરોપીને દોષિત ઠેરવ્યો છે, જ્યારે પુરાવાના અભાવે અન્ય એક આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.વેજલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નારણભાઈ બળવંતસિંહની ફરિયાદ મુજબ, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે વેજલપુર મસ્જિદે અલી પાસે આવેલ ઝાડી-ઝાંખરામાં ગૌવંશને કતલ કરવાના ઈરાદે બાંધી રાખવામાં આવ્યા છે.પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર રેડ પાડતા, અંધારાનો લાભ લઈને એક ઈસમ ઝાડીઓ તરફ ભાગી ગયો હતો. પોલીસે ટોર્ચના અજવાળામાં ભાગી રહેલા શૌકત ઉર્ફે ગોગો અબ્દુલરહીમ પાડવાને ઓળખી બતાવ્યો હતો. સ્થળ પરથી ૦૨ બળદ અને ૦૨ વાછરડી મળી કુલ ૪ ગૌવંશ (કિંમત રૂ. ૪૦,૦૦૦) મુક્ત કરાવી, પરવડી પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપવામાં આવ્યા હતા.કેસની વિચારણા દરમિયાન સરકારી વકીલ જે.એ. પાઠક તરફથી મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં શૌકત ઉર્ફે ગોગો અબ્દુલરહીમ પાડવા પોલીસ સાક્ષીઓની જુબાની અને આરોપીના ગુનાહિત ભૂતકાળને ધ્યાને રાખીને કોર્ટે શૌકત પાડવા સામેનો ‘ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ’ હેઠળનો ગુનો નિઃશંકપણે સાબિત થયેલો માન્યો હતો અને તેને તકસીરવાન (દોષિત) ઠેરવ્યો હતો. જ્યારે આસીફભાઈ મુસ્તાકભાઈ ટપ બનાવ સ્થળે આસીફ ટપની હાજરી કે ગુનામાં સીધી સંડોવણીનો કોઈ જ સબળ પુરાવો રજૂ ન થઈ શકતા કોર્ટે તેને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!