ભારે વરસાદના પગલે કાલોલ નગરપાલિકાની જાહેર સૂચના: ગોળીબાર, દોલતપુરા સહિતના કોઝ-વે પર અવરજવર પર પ્રતિબંધ.

તારીખ ૦૨/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ અને નદીઓમાં પાણીની સપાટી વધવાને પગલે કાલોલ નગરપાલિકા દ્વારા જાહેર સુચના બહાર પાડવામાં આવી છે.અને નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર જનતાને સુચના આપવામાં આવી છે કે, કાલોલ નગરપાલિકાને સંલગ્ન નજીકના વિસ્તારમાં આવેલ ગોળીબાર કોઝ-વે, દોલતપુરા કોઝ-વે, ઘોડા ગામ તરફ જવાનો કોઝ-વે તથા અન્ય નાના કોઝ-વે ધરાવતા વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરોક્ત કોઝ-વેના વિસ્તારમાંથી અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કાલોલ નગરપાલિકા તંત્ર એ વધુમાં જણાવ્યું છે કે નાગરિકોએ કોઈપણ સંજોગોમાં અવરજવર કે વાહન વ્યવહાર માટે આ કોઝ-વેનો ઉપયોગ કરવો નહીં. તેમજ નદીના પટ કે પાણીના વહેણના વિસ્તારમાં પણ અવર-જવર કરવી નહીં સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હોય કોઝ-વે પર ક્ષમતાથી વધુ પાણી આવવાની શક્યતા છે જેના કારણે જાનહાનિની શક્યતા રહેલી હોય તંત્ર દ્વારા નાગરિકોને સહયોગ આપી સલામતી જાળવવા અપીલ કરવામાં આવી છે. ત્યારે નાગરિકોએ તંત્રની સૂચનાનું પાલન કરી પોતાનો અને પરિવારનો જીવ બચાવવા અનુરોધ કરાયો છે.






