BHARUCHGUJARATJHAGADIYA

ઉમલ્લામાં નિઃશુલ્ક આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો, 212 દર્દીઓએ લીધો લાભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે સેવા ટ્રસ્ટ દ્વારા આજે નિઃશુલ્ક આંખ તપાસ અને મફત આંખના ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી અને નિષ્ણાત તબીબોની ટીમે આંખોની તપાસ કરી. ઉમલ્લા ખાતે સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાયેલા આ નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પમાં કુલ 212 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી. જેમાંથી 31 દર્દીઓમાં મોતિયાની સમસ્યા જોવા મળી જ્યારે 5 દર્દીઓને અન્ય આંખના ઓપરેશનની જરૂરિયાત હોવાનું નિદાન થયું. આમ કુલ 36 દર્દીઓને ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા.

તે ઉપરાંત 16 દર્દીઓને સેવા ટ્રસ્ટ ખાતે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા, જ્યારે 8 દર્દીઓને વધુ નિદાન માટે રીફર કરવામાં આવ્યા. કેમ્પ દરમિયાન 152 દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું અને 65 દર્દીઓને મફત દવાઓ આપવામાં આવી.

આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગુણવત્તાયુક્ત આંખની સારવાર સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. ગામલોકોએ પણ આ સેવા બદલ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!