GUJARATMORBIMORBI CITY / TALUKO

JODIYA:ભારે વરસાદથી આમરણ પાસે ડેમી નદીમાં પૂર: ડાઇવર્જન પર પાણી ફરી વળતા જોડિયા પોલીસ એક્શનમાં, વાહનોને ધ્રોલ-લતીપુર તરફ ડાઇવર્ટ કરાયા

 

ભારે વરસાદથી :આમરણ પાસે ડેમી નદીમાં પૂર: ડાઇવર્જન પર પાણી ફરી વળતા જોડિયા પોલીસ એક્શનમાં, વાહનોને ધ્રોલ-લતીપુર તરફ ડાઇવર્ટ કરાયા

01 ઑગસ્ટના રોજ આમરણ અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે લોકજીવન પર અસર પડી છે. વરસાદને પગલે આમરણ નજીક હાઇવે રોડ પરથી પસાર થતી ડેમી નદીમાં પૂરના પાણીની આવક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ડેમી નદી પર નવા બ્રિજ બનાવવાનું કામ ચાલુ હોય, વાહનોની અવરજવર માટે કામચલાઉ ડાઇવર્જન બનાવવામાં આવ્યું હતું. પરંતુ નદીમાં પૂર આવવાના કારણે આ ડાઇવર્જન પર પાણી ફરી વળ્યા હતા. જેના લીધે જોડિયા તરફથી આવતા ભારે વાહનો માટે ત્યાંથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું હતું.

આ પરિસ્થિતિ અંગે MkC અને NHI (નેશનલ હાઇવે ઓથોરિટી) દ્વારા તાત્કાલિક જોડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સાહેબ તથા સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. મેસેજ મળતા જ જોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.વાહનોને રોકી ડાઇવર્ટ કરાયા: નદીના પૂરના પાણી વચ્ચે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પોલીસે તુરંત જ ભારે વાહનોને રોકી દીધા હતા. વાહનચાલકોને અનુકૂળતા રહે તે માટે તમામ વાહનોને ધ્રોલ – લતીપુર બાજુના રોડ પર જવાની સ્પષ્ટ સૂચનાઓ આપી ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. વાહનચાલકોને કોઈ મુશ્કેલી કે પરેશાની ન પડે તે માટે જોડિયા પોલીસ સ્ટાફ અને જી.આર.ડી. (GRD)ના જવાનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક યોગ્ય માર્ગદર્શન આપી સેવા અને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.પોલીસની આ સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો, જે બદલ વાહનચાલકો અને સ્થાનિકોએ જોડિયા પોલીસ ટીમનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!