વેજલપુરમાં માથાકૂટ: કચરો ફેંકવા અને સીડી બનાવવા મુદ્દે મારામારીમાં બંને જૂથે પોલીસ ફરિયાદ કરી.

તારીખ ૦૩/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામના હોળી ચકલા વિસ્તારમાં ગઈ તા. ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજના આશરે ૫:૩૦ વાગ્યાના સુમારે તકરાર અને મારમારીનો બનાવ બન્યો હતો. કચરો ફેંકવા અને મકાનની સીડી બનાવવા જેવા મામુલી મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ હિંસક અથડામણ થઈ હતી. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સામસામે (ક્રોસ) ફરિયાદો નોંધાવવામાં આવી છે. જ્યાં પ્રથમ પક્ષની ફરિયાદ ફરિયાદી ઝૈદ મોહમદ હનીફ કઠીયા (ઉં.વ. ૨૭) દ્વારા આરોપીઓ (૬ જણા): (૧) આરીફભાઇ યુસુફભાઈ બગલી, (૨) ફારૂક યુસુફ બગલી, (૩) લુકમાન યુસુફ બગલી, (૪) ઇમરાન યુસુફ બગલી, (૫) નુર એહમદ યુસુફ બગલી, અને (૬) હારૂન એહમદ પાડવા (તમામ રહે. વેજલપુર) ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમની માતા મેમુનાબેન ઘરની બહાર કચરો નાખવા જતાં આરોપી આરીફ બગલીએ ગાળો બોલી બોલાચાલી કરી હતી. ઝગડો અટકાવવા વચ્ચે પડેલા મેમુનાબેનને આરીફે મોઢાના ભાગે લોખંડની પાઈપ મારી દીધી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓએ પાઈપો અને લાકડીઓ ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો હતો. ફારૂકે મેમુનાબેનને માથામાં પાઈપ મારી હતી. વચ્ચે બચાવવા પડેલા અન્ય પરિવારજનો (સાહેદાબેન, આયસાબીબી, મેહઝબીન) પર પણ લાકડીઓ અને ગડદાપાટુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.2. સામા પક્ષની ફરિયાદ ફરિયાદી રહેમત લુકમાન બગલી (ઉં.વ. ૩૪) દ્વારા આરોપીઓ (૧) સલીમ યુસુફ કઠીયા, (૨) રજ્જાક ઇબ્રાહીમ કઠીયા, (૩) સુફીયાન સલીમ કઠીયા, (૪) સઇદ સલીમ કઠીયા, (૫) સાજીદ સલીમ કઠીયા, અને (૬) હનીફ ઇબ્રાહીમ કઠીયા (તમામ રહે. વેજલપુર).સામા પક્ષના ફરિયાદી રહેમતબેનના જણાવ્યા મુજબ, તેઓ પોતાના બનતા નવા મકાન પાસે ગયા ત્યારે આરોપી સલીમ અને રજ્જાકે “અહીં સીડી કેમ બનાવી છે?” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. રહેમતબેને પોતાની હદમાં સીડી બનાવી હોવાનું કહેતા જ બંને આરોપીઓએ તેમને ગડદાપાટુનો માર મારી ગળું દબાવ્યું હતું. બૂમાબૂમ થતાં તેમના સાસુ આબેદાબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓ લાકડીઓ લઈને આવી ગયા હતા અને આડેધડ માર મારી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા અને પોલીસ કાર્યવાહી કરી બંને પક્ષે થયેલી મારમારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સરકારી (સિવિલ) હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટના સંદર્ભે વેજલપુર પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે બી.એન.એસ. (BNS) તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જી કે વહુનીયાને સોંપી છે.







