ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાં શામળાજીની અણસોલ ચેકપોસ્ટ ખાતે આગ, સીસીટીવી સિસ્ટમને લાખોનું નુકસાન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં શામળાજીની અણસોલ ચેકપોસ્ટ ખાતે આગ, સીસીટીવી સિસ્ટમને લાખોનું નુકસાન


અરવલ્લી : અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલી અણસોલ ચેકપોસ્ટ ખાતે સોમવારે સીસીટીવી કંટ્રોલ સિસ્ટમમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.આગના કારણે ચેકપોસ્ટ પર સ્થાપિત સીસીટીવી સિસ્ટમ તેમજ અનેક કેમેરા બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. આગ લાગતાં થોડા સમય માટે ચેકપોસ્ટની દેખરેખ વ્યવસ્થા પણ ખોરવાઈ હતી.ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!