GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ ની સિદ્ધનાથ મહાદેવ નજીક મકાનમાં રેડ દરમિયાન દારૂનો જથ્થો મળ્યો, એક પકડાયો એક ફરાર.

તારીખ ૦૩/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં સિદ્ધનાથ મહાદેવની સામે આવેલા બગીચા નજીકના એક મકાનમાં કાલોલ પોલીસે રેડ પાડી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૧૧,૦૫૦ની કિંમતના દારૂના ક્વાટર સાથે એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે માલ પૂરો પાડનાર અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સિદ્ધનાથ મહાદેવ સામે બગીચા પાસે રહેતો રોહિતકુમાર રમેશભાઈ રાઠોડ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સદર મકાન પર દારૂ અંગે રેડ પાડી હતી.પોલીસે ઘરમાંથી એક પ્લાસ્ટિકના થેલામાં રાખેલ ‘RITZ RESERVE SUPERIOR GRAIN WHISKY’ ના ૧૮૦ મી.લી.ના કુલ ૬૫ નંગ પ્લાસ્ટિકના ક્વાટરીયા (કિંમત રૂ. ૧૧,૦૫૦) જપ્ત કર્યા હતા. દારૂના આ જથ્થા અંગે કોઈ પાસ-પરમિટ કે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપી રોહિતકુમાર રાઠોડે જણાવ્યા અનુસાર, આ વિદેશી દારૂનો જથ્થો ચલાલી ગામના કિરણભાઈ રાયસિંહભાઈ ચૌહાણે આવીને આપ્યો હતો.કાલોલ પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન સુધારા અધિનિયમ ૨૦૧૬ની કલમ ૬૫ (એ) (એ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે.

Back to top button
error: Content is protected !!