SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગની સતર્ક કામગીરીથી 86 સુરક્ષિત પ્રસૂતિઓ

156 સગર્ભા મહિલાઓનું સમયસર સ્થળાંતર કરી માતા અને બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ

તા.03/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

156 સગર્ભા મહિલાઓનું સમયસર સ્થળાંતર કરી માતા અને બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે સગર્ભા મહિલાઓને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી કલેક્ટર જી. એચ. સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. જી. ગોહિલની સતત દેખરેખ અને મોનિટરિંગ હેઠળ સમગ્ર જિલ્લામાં આરોગ્ય ટીમોએ દિવસ-રાત કાર્ય કરી માતા અને નવજાત શિશુની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી જિલ્લામાં પ્રસૂતિની સંભવિત તારીખ નજીક હોય તેવી કુલ ૩૧૦ સગર્ભા મહિલાઓમાંથી ૧૫૬ મહિલાઓને ભારે વરસાદ વચ્ચે સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરી સમયસર હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી હતી જેથી પ્રસૂતિ સમયે કોઈ મુશ્કેલી ઊભી ન થાય આ સમયગાળા દરમિયાન સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ૬૫ તથા ઉચ્ચ જોખમ ધરાવતી માતાઓની મેડિકલ કોલેજમાં ૨૧ એમ કુલ ૮૬ સુરક્ષિત પ્રસૂતિઓ સફળતાપૂર્વક કરાવવામાં આવી હતી આ કામગીરીમાં આશા કાર્યકર બહેનોનું યોગદાન વિશેષ નોંધપાત્ર રહ્યું હતું. તેમણે અતિ ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના પરિવારથી દૂર રહી સગર્ભા મહિલાઓની સતત સંભાળ લીધી, તેમની સાથે હોસ્પિટલોમાં રોકાણ કર્યું અને સુરક્ષિત પ્રસૂતિ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમની નિષ્ઠા અને સેવાભાવના કારણે અનેક માતાઓ અને નવજાત શિશુઓને સમયસર સારવાર અને સુરક્ષા મળી શક્યાં હતાં આ ઉપરાંત, મહિલા આરોગ્ય કાર્યકર બહેનો તથા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાઈઓએ પણ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી ખાસ કરીને પાટડી તાલુકાના સવલાસ તથા થાન વિસ્તારના નવાગામ ખાતે આરોગ્ય કર્મચારીઓએ જરૂરિયાતમંદ માતાઓના જીવ બચાવવા સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પાટડી તાલુકાના ઉપરીયાળા, સવલાસ, ઝીંઝુવાડા, આદરિયાણા; લીંબડી તાલુકાના નાની કઠેચી, રાણાગઢ અને પરનાળા; થાનગઢ તાલુકાના નવાગામ અને મોરથળા; ચુડા તાલુકાના ઝોબાળા તથા સાયલા તાલુકાના નોળી અને નાગડકા જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ આશા કાર્યકર બહેનોએ સગર્ભા મહિલાઓની સાથે રહી સફળ અને સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આરોગ્ય વિભાગે આ સમગ્ર કામગીરીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર તમામ આશા કાર્યકર બહેનો, મહિલા આરોગ્ય કાર્યકરો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના યોગદાનને બિરદાવતાં તેમના પ્રત્યે અભિનંદન વ્યક્ત કર્યા છે.

Back to top button
error: Content is protected !!