GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડી તાલુકાના અંકેવાળીયામાં PGVCL કર્મચારીઓની સાહસિક કામગીરી: ગળાડૂબ પાણીમાં ઉતરી વીજ પુરવઠો પૂર્વવત કર્યો

તા.03/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

એક કલાકથી વધુના પ્રયાસો બાદ વીજ પુરવઠો પુનઃ શરૂ, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો આવી વિકટ પરિસ્થિતિમાં પણ પીજીવીસીએલના કર્મચારીઓએ પોતાની ફરજનિષ્ઠા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અંકેવાળીયા ગામ નજીક ગળાડૂબ પાણી વચ્ચે જીવના જોખમે કામગીરી કરીને તેમણે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કર્યો હતો ભારે વરસાદને કારણે વીજ લાઈનમાં સર્જાયેલી ખામી દૂર કરવા પીજીવીસીએલ ના કર્મચારીઓ ગળાડૂબ પાણીમાંથી પસાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા પાણીનું સ્તર ઊંચું હોવા છતાં કર્મચારીઓએ હિંમત અને જવાબદારી પૂર્વક કામગીરી હાથ ધરી હતી અંદાજે એક કલાકથી વધુ સમય સુધી સતત મહેનત કર્યા બાદ વીજ લાઈનમાં આવેલી ખામી દૂર કરી અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવ્યો હતો પ્રતિકૂળ હવામાન અને જીવના જોખમ વચ્ચે પણ ગ્રાહકોને ઝડપથી વીજ સેવા મળી રહે તે માટે પીજીવીસીએલના કર્મચારીઓએ દર્શાવેલી ફરજનિષ્ઠા અને સમર્પણભાવ પ્રશંસનીય રહ્યો છે તેમની આ કામગીરીથી સ્થાનિક ગ્રામજનોએ પણ સંતોષ વ્યક્ત કરી કર્મચારીઓના પ્રયાસોની સરાહના કરી હતી પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વરસાદી પરિસ્થિતિમાં સતત સતર્ક રહી વીજ વ્યવસ્થા જાળવવા કરવામાં આવતી કામગીરી એ જાહેર સેવાના પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે આવા કર્મયોગીઓની નિષ્ઠા અને તત્પરતા મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જનજીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

Back to top button
error: Content is protected !!