SINORVADODARA

શિનોર તાલુકાના પુનિયાદ-આનંદી માર્ગ પર સંરક્ષણ દિવાલ ધરાશાયી, માર્ગ સુરક્ષા સામે ગંભીર પ્રશ્ન…


ફૈઝ ખત્રી..શિનોર..વડોદરા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ-આનંદી માર્ગ પર પુનિયાદ ગામ નજીક આવેલા જોખમી વળાંક પર માર્ગની સુરક્ષા માટે બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. દિવાલ તૂટી પડતાં માર્ગની બંને બાજુની જમીનનું ધોવાણ શરૂ થયું છે, જેના કારણે માર્ગની સ્થિરતા સામે ગંભીર જોખમ ઊભું થયું છે.
આ ઉપરાંત માર્ગ પર આવેલા પાકા નાળાના નીચેના ભાગમાં પણ ભારે ધોવાણ થતાં પોલાણ પડી ગયું છે. જેના કારણે નાળું કોઈપણ સમયે તૂટી પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જો નાળું તૂટી પડે તો પુનિયાદ-આનંદી માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ શકે તેવી શક્યતા છે.
સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ધરાશાયી થયેલી સંરક્ષણ દિવાલને તાત્કાલિક ખસેડી પાણીનો પ્રવાહ અવરોધિત ન થાય તેમજ વધુ જમીનનું ધોવાણ અટકાવવા માટે તંત્ર ત્વરિત કામગીરી હાથ ધરે. સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ સાથે તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!