GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સમન્વય પેનલનો વિજય, 16માંથી 11 બેઠકો પર કબજો

ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સમન્વય પેનલનો વિજય, 16માંથી 11 બેઠકો પર કબજો
ગણદેવી, તા. 4: ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ (સુગર ફેક્ટરી) વ્યવસ્થાપક મંડળની ચૂંટણીનું પરિણામ રવિવારે મોડી રાત્રે જાહેર થતાં સમન્વય પેનલે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે. કુલ 16 બેઠકોમાંથી સમન્વય પેનલના 11 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે સહકાર પેનલે 4 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય નોંધાતા ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવ્યો હતો.
મતદાન બાદ સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી ખેડૂત સભાસદો અને ઉમેદવારોના સમર્થકોની ભારે હાજરી વચ્ચે હાથ ધરાઈ હતી. પરિણામ જાહેર થતાં સુગર પરિસરમાં અબીલ-ગુલાલ ઉડાવી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વિજેતાઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમન્વય પેનલ તરફથી રાજેશ પટેલ (વિભાગ-1), સમીર પટેલ (વિભાગ-2), ગોપાલ ગોહિલ (બિન ઉત્પાદક ‘બ’ વર્ગ), અમિત પટેલ (વિભાગ-6), નટુભાઈ ધીરુભાઈ પટેલ (વિભાગ-9), કમલ શાંતિલાલ પટેલ (વિભાગ-10), અલ્પેશ દેસાઈ (વિભાગ-11), રાજેન્દ્રસિંહ પરમાર (વિભાગ-12), અનુસૂચિત અનામત બેઠક પરથી વિરેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અનામત બેઠક પરથી દીપિકા પટેલ અને મનીષાબેન પટેલ વિજેતા બન્યા હતા.
સહકાર પેનલમાંથી વિભાગ-3માં રણજિત પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. ઉપરાંત વિભાગ-4માંથી ચેતન જીવણ પટેલ, વિભાગ-5માંથી અરુણ પટેલ અને વિભાગ-7માંથી કલ્પેશ પટેલે જીત નોંધાવી હતી.
વિભાગ-8માં અપક્ષ ઉમેદવાર હિતેશ કલ્યાણજી પટેલે 189 મત મેળવી 42 મતની સરસાઈથી વિજય મેળવતાં ચૂંટણીનું સૌથી મોટું ઉલટફેર સર્જ્યું હતું.
વિજેતા ઉમેદવારો
સમન્વય પેનલ (11):
રાજેશ પટેલ – વિભાગ-1
સમીર પટેલ – વિભાગ-2
ગોપાલ ગોહિલ – બિન ઉત્પાદક ‘બ’ વર્ગ
અમિત પટેલ – વિભાગ-6
નટુભાઈ ધીરુભાઈ પટેલ – વિભાગ-9
કમલ શાંતિલાલ પટેલ – વિભાગ-10
અલ્પેશ દેસાઈ – વિભાગ-11
રાજેન્દ્રસિંહ પરમાર – વિભાગ-12
વિરેન્દ્રભાઈ પટેલ – અનુસૂચિત અનામત બેઠક
દીપિકા પટેલ – મહિલા અનામત બેઠક
મનીષાબેન પટેલ – મહિલા અનામત બેઠક
સહકાર પેનલ (4):
રણજિત પટેલ – વિભાગ-3 (બિનહરીફ)
ચેતન જીવણ પટેલ – વિભાગ-4
અરુણ પટેલ – વિભાગ-5
કલ્પેશ પટેલ – વિભાગ-7
અપક્ષ (1):
હિતેશ કલ્યાણજી પટેલ – વિભાગ-8
ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સમગ્ર સુગર પરિસરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. હવે નવા વ્યવસ્થાપક મંડળની રચના બાદ ચેરમેન અને ઉપપ્રમુખની ચૂંટણી પર સહકારી ક્ષેત્રની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!