GUJARATIDARSABARKANTHA

વડાલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ

વડાલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વડાલી સ્થિત વટપલ્લી જૈન તીર્થ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલેની ઉપસ્થિતિમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલે જણાવ્યું હતું કે “મહિલાઓ આજે માત્ર ઘરકામ પૂરતી મર્યાદિત ન રહેતાં શિક્ષણ, રમતગમત, ઉદ્યોગ અને રાજકારણ જેવા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય સિદ્ધ કરી રહી છે. વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સખી મંડળો અને સહાયકારી નીતિઓ થકી નારી શક્તિ વધુ આત્મનિર્ભર બની છે. મહિલા જ્યારે આર્થિક રીતે સ્વાવલંબી અને સશક્ત બનશે, ત્યારે જ એક સમૃદ્ધ પરિવાર, આદર્શ સમાજ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે. મહિલાઓ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ પોતાના પગભર થાય તે ખૂબ જ જરૂરી છે.”

આ કાર્યક્રમમાં મહિલા અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે “દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપીને સ્વાવલંબી બનાવવી એ આજના આધુનિક સમયની સૌથી મોટી અને પ્રાથમિક જરૂરિયાત છે. મહિલાઓ સ્વરોજગારી મેળવીને પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે તે માટે સરકારશ્રી અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા આવા પ્રોત્સાહક પ્રયાસો અત્યંત સરાહનીય છે. જ્યારે સમાજમાં નારીને સમાન તકો અને યોગ્ય આદર મળે છે, ત્યારે સમગ્ર સમાજ પ્રગતિના પંથે આગળ વધે છે.”

આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ નારી શક્તિના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને મહિલાઓ માટેની વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ,નગરપાલિકા પ્રમુખશ્રી, મહિલા બાળ અધિકારી શ્રી, જિલ્લા રોજગાર અધિકારી શ્રી, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી શ્રીઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!