GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD: હળવદના નવા માલણીયાદની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા 

 

HALVAD: હળવદના નવા માલણીયાદની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને હળવદ પોલીસે ૨૯,૮૦૦ રૂપિયાના રોકડ મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સખત સૂચના મુજબ હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે માલણીયાદ ગામની સીમમાં આવેલ આરોપી બળદેવભાઇ પરમારની વાડીએ જવાના રસ્તા પર જાહેરમાં રેઇડ પાડી હતી. આ દરોડા દરમિયાન જુગાર રમતા ૩ ઇસમોને રોકડા રૂ. ૨૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ ૧. બળદેવભાઈ ગણેશભાઈ પરમાર (રહે. નવા માલણીયાદ, તા. હળવદ, જી. મોરબી) ૨. સુરેશભાઈ વિનોદભાઈ પરમાર (રહે. નવા માલણીયાદ, તા. હળવદ, જી. મોરબી) ૩. દયારામભાઇ બાબુભાઇ ધામેચા (રહે. ગોપાલગઢ, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) આ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!