GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શક્ત શનાળામાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા, પતિ અને સાસુ સામે ફરિયાદ

 

MORBI:મોરબી શક્ત શનાળામાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા, પતિ અને સાસુ સામે ફરિયાદ

 

મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં શારીરિક અને માનસિક ત્રાસનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. પતિના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ મેસેજ અંગે પૂછપરછ કરતાં ઉશ્કેરાયેલા પતિ અને સાસુએ પરિણીતા સાથે કૂરતાપૂર્વક મારપીટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિતાબેન પ્રકાશભાઈ સોલંકી નામના પરિણીતાએ તેમના પતિ પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી અને સાસુ નંદુબેન છગનભાઈ સોલંકી (બંને રહે. શક્ત શનાળા નવા પ્લોટ, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, પરિણીતાએ પોતાના પતિના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં આવેલા એક મેસેજ બાબતે પતિને પૂછ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈ જઈ પતિ પ્રકાશ સોલંકીએ પરિણીતાને બેલ્ટ વડે આડેધડ ઢોર માર માર્યો હતો. બેલ્ટના બક્કલ માથાના ભાગે વાગવાથી અને પટ્ટાથી શરીરે મૂંઢ ઈજાઓ પહોંચી હતી, તેમજ હાથની ટચલી આંગળીનો નખ નીકળી ગયો હતો. આ દરમિયાન સાસુ નંદુબેને પરિણીતાને ગાળો આપી હતી.

આરોપી પતિ અને સાસુ અવારનવાર પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મોરબી મહિલા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!