GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ટ્રાફિક પોઈન્ટ પર બબાલ: પોલીસ સાથે તૂ-તૂ મૈં- મૈં કરતા મહારાષ્ટ્રના 2 ઇસમો સામે સરકારી ફરજમાં રુકાવટનો ગુનો દાખલ.

તારીખ ૦૫/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી ખરસાલીયા ચોકડી પાસે ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન સીટ બેલ્ટ વગર ગાડી હંકારતા ચાલકને રોકવા જતાં મહારાષ્ટ્રના બે ઈસમોએ પોલીસ સાથે બોલાચાલી કરી, મોબાઈલમાં વીડિયો ઉતારી ખોટા આક્ષેપો કરી સરકારી ફરજમાં રુકાવટ પહોંચાડી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વેજલપુર પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ પ્રવિણભાઈ ટ્રાફિકની કામગીરીમાં એ.એસ.આઈ. જયપાલસિંહ તથા ટી.આર.બી. સ્ટાફ સાથે ખરસાલીયા ચોકડી ટ્રાફિક ચોકી પાસે ઝુંબેશ હેઠળ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. સવારના ૧૦:૪૦ કલાકના સુમારે ગોધરા તરફથી આવી રહેલી બોલેરો પીકઅપ ગાડી (MH-30-CE-0023) ના ચાલક કૈલાશ ચૌહાણ (રહે. મહારાષ્ટ્ર) સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા મળી આવ્યા હતા.

પોલીસે વાહન રોકી દંડની પાવતી ફાડવાનું કહેતાં, ગાડી ચાલક કૈલાશ ચૌહાણ તથા તેમની સાથે બેઠેલા લખન છગન મોહીતે (રહે. મહારાષ્ટ્ર) ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કરી મરાઠી ભાષામાં “પૈસા માંગો છો અને માર મારો છો” તેવા ખોટા આક્ષેપો કરી પોલીસ સાથે બોલાચાલી કરી હતી. જ્યાં પોલીસે રૂ. ૫૦૦ નો સ્થળ દંડ ની ફાડતાં, આ બંને ઈસમોએ દંડની રકમ રોકડેથી આપી દીધી હતી પરંતુ પાવતી બુકની કોપીમાં સહી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી ત્યાંથી જતા રહ્યા હતા.આ બનાવ અંગે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે કૈલાશ ચૌહાણ અને લખન મોહીતે સામે B.N.S. ની કલમ ૨૨૧ અને ૫૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!