ANKLESHWARBHARUCH

ઉમરવાડા ગામમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ

મંગલભાઈ ચૌહાણ – અંકલેશ્વર

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય તે હેતુથી પી.આઈ. ફાઉન્ડેશન દ્વારા નોટબુક, મોટા ડાયરા અને બોલપેનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પી.આઈ. ફાઉન્ડેશનના દેશરાજ બંસલ તથા આતાપી સેવા ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમમાં ઉમરવાડા ગામના સરપંચ ઈમ્તિયાઝ મકરોડ, બાબુ વકીલ, સામાજિક કાર્યકર જુનેદ પંચભાયા, ઈબ્રાહીમ માર્શલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી મન લગાવી અભ્યાસ કરવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પી.આઈ. ફાઉન્ડેશન તથા આતાપી સેવા ફાઉન્ડેશનનો આ શૈક્ષણિક સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!