રક્ષક જ ભક્ષક?સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસકર્મીના ઘરે રેન્જ આઈજીની રેડ, ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ નેટવર્કનો પર્દાફાશ
લેપટોપ 10 તથા મોબાઈલ ફોન 29 તથા અન્ય સામગ્રી જેમાં 4 પેનડ્રાઈવ, વાઈ-ફાઈ રાઉટર, ચાર્જર, નોટબુક અને રોકડ રકમ એમ કુલ મળીને રૂ.3,07,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
લેપટોપ 10 તથા મોબાઈલ ફોન 29 તથા અન્ય સામગ્રી જેમાં 4 પેનડ્રાઈવ, વાઈ-ફાઈ રાઉટર, ચાર્જર, નોટબુક અને રોકડ રકમ એમ કુલ મળીને રૂ.3,07,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી રાજકોટ રેન્જ આઈજી સ્ક્વોડે સુરેન્દ્રનગરના રતનપરમાં દરોડો પાડીને શેર બજારના નામે ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ (જુગાર)ના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આ દરોડામાં પોલીસ કર્મચારી અને તેના પિતા સહિત ૬ આરોપીઓને સ્થળ પરથી રોકડ, લેપટોપ અને મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે દરોડાની કામગીરી અને સ્થળ રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. સી. મીયાત્રા, પી.સી. સરતેજા અને ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે રતનપર રામેશ્વર ટાઉનશિપ, શેરી નં. ૪, મકાન નં. ૫૧ ખાતે રેડ પાડી હતી આ મકાન નાથુભા કાનાભા રાઠોડ અને તેમના પુત્ર (પોલીસ કર્મચારી) સંજયસિંહ નાથુભાઈ રાઠોડનું છે તેઓ લાયસન્સ વગર ગ્રાહકો ઊભા કરી, શેરબજારના ભાવો પર હાર-જીતનો જુગાર રમાડી અન્ય બ્રોકરો પાસે ગેરકાયદે સોદા કપાત કરાવતા હતા સ્થળ પરથી ઝડપાયેલા મુખ્ય આરોપીઓ દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા રહે, રતનપર તથા વિપુલભાઈ કરશનભાઈ સિંધવ રહે, મેમકા, તથા અરૂણભાઈ મહેન્દ્રભાઈ કોઠારી રહે, રતનપર, તથા દલસુખભાઈ કરશનભાઈ સિંધવ રહે, મેમકા, તથા વિજયભાઈ ગોવિંદભાઈ દેત્રોજા રહે, રતનપર, તથા નાથુભા કાનાભા રાઠોડ રહે, રતનપર, તથા ફરાર સામેલ અન્ય ૧૭ આરોપીઓ જેમાં પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ તથા અન્ય ૧૬ ગેરકાયદે બ્રોકરો (જતીન નામનો ઈસમ, લાલો નામનો ઈસમ, નિતેશ નામનો ઈસમ, એમ.એન.ટી નામનો ઈસમ, અજય નામનો ઈસમ, ડી.આર નામનો ઈસમ, સી.સી. નામનો ઈસમ, આકાશ નામનો ઈસમ, આકાશ, ચિરાગ નામનો ઈસમ, કે.પી નામનો ઈસમ, સુરેશ નામનો ઈસમ, સની નામનો ઈસમ, મિતલ નામનો ઇસમ, સ્વેતાંશુ અને પ્રશાંત નામનો ઈસમ સહિત ૧૬ બ્રોકરો મળી તમામ ૨૩ આરોપીઓ જેઓની પાસેથી લેપટોપ નંગ ૧૦ (Lenovo, Dell, HP કંપનીના) તથા મોબાઈલ ફોન નંગ ૨૯ (Samsung S24/S23, OnePlus Nord, Vivo, Redmi, Itel વગેરે) અન્ય સામગ્રી ૪ પેનડ્રાઈવ, વાઈ-ફાઈ રાઉટર, ચાર્જર, નોટબુક અને રોકડ રકમ મળી કુલ રૂ.3,07,000 નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૪ અને ૫ હેઠળ કુલ ૨૩ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





