GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:​ મોરબી ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ ક્લાસની બહેનોનો પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

 

MORBI:​મોરબી ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ ક્લાસની બહેનોનો પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

ડો. હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ તથા મોરબી શાખા દ્વારા બજરંગ સીવણ કેન્દ્રમાં પ્રશિક્ષણ પૂર્ણ કરેલ બહેનો ને પ્રમાણપત્ર નું વિતરણ

મોરબી નગર ના આંબેડકર ઉપનગર ની વિજય નગર વસ્તી માં ચાલતા બજરંગ સીવણ કેન્દ્ર માં તારીખ ૫/૮/૨૬ ને બુધવાર ના રોજ બજરંગ સીવણ કેન્દ્ર માંથી પ્રશિક્ષણ પૂર્ણ કરેલ ૯ બહેનો ને ડો.હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ તથા મોરબી શાખા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં જિલ્લા સેવા પ્રમુખ

ડો.જયદીપ કંઝારિયા દ્વારા બહેનોને સીવણ કાર્ય થકી સ્વાવલંબી બનવા અંગે ની માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમ માં આંબેડકર ઉપનગર ના કાર્યવાહ પારસભાઈ વોરા અને જિલ્લા સેવા ટોળી ના સદસ્ય હરિભાઈ સરડવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નું સંચાલન વીર સાવરકર કેન્દ્ર ના સવિતાબેન ચાવડા તથા રામાનુજન પાઠદાન કેન્દ્ર ના પ્રીતિબેન ચાવડા તથા બજરંગ સીવણ કેન્દ્ર ના દિવ્યા બેન ચૌહાણે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!