GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે ‘૧૦ કરોડ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા મહાઅભિયાન’ અંતર્ગત વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

 

MORBI:મોરબી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે ‘૧૦ કરોડ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા મહાઅભિયાન’ અંતર્ગત વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

બ્રહ્માકુમારીઝ દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા *‘૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન’* કે જેને ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ તા. ૨ ઓગષ્ટ ના રોજ ખાસ ઉદબોધન કરેલ છે. આ અંતર્ગત મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમમાં ઓમ શાંતિ વિદ્યાલયના સંચાલક શ્રી ટી. ડી. પટેલ સરની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.

 

આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ દ્વારા નશાના શારીરિક, માનસિક, પારિવારિક તથા સામાજિક જીવન પર પડતા દૂષ્પ્રભાવો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજયોગ દ્વારા કઈ રીતે વ્યક્તિ જીવનને આત્મનિર્ભર તથા કોઈ પણ બંધનોથી મુક્ત બનાવી શકે એ વિશે પ્રેરણા આપી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ મોરબીના મુખ્ય સંચાલિકા આદરણીય બ્રહ્માકુમારી અલ્કા દીદી , બ્રહ્માકુમારી આયુષીબેન તથા બ્રહ્માકુમારી બંસીબેન દ્વારા આ કાર્યક્રમ માં રાજયોગ મેડિટેશન અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા વ્યસનમુક્ત તથા તણાવમુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે સ્કૂલના સંચાલક સહિત તમામ શિક્ષકો અને વિદ્યાર્થીએ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા લીધી અને પોતાના જીવનમાં કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા તેમજ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ લોકોને આ અભિયાન સાથે જોડાવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!