GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના જૂના વઘાસિયામાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

 

WAKANER:વાંકાનેરના જૂના વઘાસિયામાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ જૂના વઘાસિયા ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧,૭૧,૦૦૦/- ની મતા ચોરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મકાનમાલિક મહિલાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, જૂના વઘાસિયા ગામે રહેતા ફાતમબેન ઉસ્માનભાઈ માણસીયા (ઉ.વ. ૫૦) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ, કોઈ અજાણ્યા તસ્કરે તેમના મકાનની ઓસરીના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બેડરૂમમાં રહેલ કબાટમાંથી ચોર ઈસમો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

ચોરી થયેલ માલમત્તાની વિગત:સોનાની ચેન નંગ-૦૨ (ચગદા સાથે, આશરે ૫૮ ગ્રામ) – કિંમત રૂ. ૨૪,૩૬૦/-સોનાનો કાપ નંગ-૦૧ (આશરે ૦૫ ગ્રામ) – કિંમત રૂ. ૨,૧૦૦/-સોનાની વીંટી નંગ-૦૧ (આશરે ૦૫ ગ્રામ) – કિંમત રૂ. ૨,૧૦૦/-સોનાના દાણા નંગ-૦૨ (આશરે ૦૨ ગ્રામ) – કિંમત રૂ. ૮૪૦/-સોનાની કડી નંગ-૦૨ (આશરે ૦૫ ગ્રામ) – કિંમત રૂ. ૨,૧૦૦/-ચાંદીના સાંકળા નંગ-૦૬ (આશરે ૬૦૦ ગ્રામ) – કિંમત રૂ. ૪,૫૦૦/-રોકડ રકમ – રૂ. ૧,૩૫,૦૦૦/-તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૧,૭૧,૦૦૦/- નો મુદામાલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!