છોટાઉદેપુર જિલ્લાની નવનિર્મિત એવી બોડેલી નગરપાલિકા દ્વારા આજે સ્વણિૅમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025 – 26 અંતર્ગત નગરપાલિકાનાં અલીખેરવા ખાતે ખોડીયાર માતાજીના મંદિર અને ચાચક ખાતે મળવણ ફળિયામાં પેવર બ્લોક નું કામ, અલીપુરા હાલોલ રોડ મુખ્ય માર્ગથી સોનલ આઈસ ફેક્ટરી તરફનો આરસીસી રસ્તો, હાલોલ રોડ થી મહાકાળી ડેરી તરફનો આરસીસી રસ્તો, હાલોલ રોડ થી ખત્રી વિદ્યાલય તરફનો આરસીસી રસ્તો, ચાચક ખાતે એકતાનગર વિસ્તારમાં આરસીસી રસ્તો, સેવાસદન પાછળ હેલીપેડ થી નર્મદા કોલોની મુખ્ય ગેટ સુધીનો રસ્તો તેમજ ઢોકળીયા ખાતે રજા નગર વિસ્તારમાં બોક્સ કલ્વર્ટ નાં કુલ સાત કામો મળી કુલ 1,98,73,750/-
રૂપિયાના કામોનું સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ સાથે ભૂમિ પૂજન કરી ખાતમુહૂર્ત ખોડીયાર માતાના મંદિર ખાતે સંખેડાના 108 કહેવાતા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા મહામંત્રી પુષ્કર પટેલ, કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ, બોડેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ પન્નાબેન પટેલ,કારોબારી અધ્યક્ષ જીગ્નેશભાઈ ચોકસી તથા કોર્પોરેટરો સાથે ચીફ ઓફિસર ભાવિક બરજોડ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત બોડેલી નગરપાલિકાનાં વિવિધ વિસ્તારોને સુવિધાસભર બનાવવા માટે સરકાર શ્રી દ્વારા મોટી રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને જેમાંથી વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો થનાર હોય તેનું ખાતમૂહુર્ત પણ આજરોજ થતાં નગરપાલિકાનાં વિકાસને એક નવી ગતિ મળશે અને વિસ્તારોની કાયાપલટ થનાર હોય નગરજનોમાં એક અનેરા આનંદની લહેર ફેલાઈ જવા પામી છે અને હવે બોડેલી નો સર્વાંગી વિકાસ ઝડપથી આગળ વધશે તેવી આશા પણ નગરજનોમાં બંધાઈ છે.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય