SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢના ગુનામાં આરોપીના સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા

તા.06/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કામમાં આરોપી રાહુલભાઈ કનુભાઈ પારધીને સુરેન્દ્રનગર જિલ્લા સેશન્સ કોર્ટે રાહત આપતાં રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. સેશન્સ જજે બંને પક્ષોની દલીલો અને પોલીસ તપાસની રજૂઆતો ધ્યાને લઈ આરોપીને રૂ. 25,000ના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમના એક જામીનદાર રજૂ કરવાની શરતે મુક્ત કરવાનો આદેશ કર્યો છે. મળતી વિગતો અનુસાર, આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 308(4), 352, 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે બચાવ પક્ષ તરફથી એડવોકેટ જીગ્નેશભાઈ ચાવડા અને ફારૂકભાઈ કારીયાણીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી ધારદાર દલીલો કરી હતી 05 ઓગસ્ટ, 2026ના રોજ આ મહત્વનો આદેશ આપતી વખતે કોર્ટે આરોપી સામે કેટલીક સખત શરતો પણ લાદી છે જેમાં આરોપીએ દર મહિનાના પ્રથમ સોમવારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી અને તપાસમાં પૂર્ણ સહકાર આપવો, ફરિયાદી કે સાક્ષીઓ પર કોઈપણ પ્રકારનું દબાણ કે ધમકી આપવી નહીં, કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત બહાર જઈ શકાશે નહીં, સરનામું કે મોબાઈલ નંબર બદલાય તો તુરંત તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવાની રહેશે.

Back to top button
error: Content is protected !!